936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી

ગુજરાત
ગુજરાત

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટની પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દેશભરમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાની સાથે-સાથે ભીડ ઘટાડવા અને કનેક્ટિવિટી વધારવામાં આ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોર વધુ ઉપયોગી સાબિત થશે.

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના આઠ મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, અમદાવાદ થી થરાદ વચ્ચે કુલ 6 લેનનો 214 કિમી લાંબો નેશનલ હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવામાં આવશે.

આ હાઇવેનો કુલ ખર્ચ 10,534 કરોડ રૂપિયા આવશે. હાઇસ્પીડ રોડ કોરિડોરના કારણે ડીસા, પાલનપુર, મહેસાણાને લાભ મળશે. SEZ વિસ્તારો, ફાર્મા તથા ઈલેક્ટ્રોનિક ક્લસ્ટર્સને સારી કનેક્ટિવિટી મળી રહેશે. સરકારનો દાવો છે કે કોરિડોર બન્યા બાદ માલ-સામાન લઈ જવાનો સમય પાંચથી છ કલાકથી ઘટીને ત્રણથી સાડા ત્રણ કલાકનો રહી જશે. આટલું જ નહીં ઉત્તર ગુજરાતનાં લોકોને મુંબઈ સુધીની સારી કનેક્ટિવિટી મળશે.

આઠ હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ

6-લેન આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

4-લેન ખારાપુર-મોરેગ્રામ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

6-લેન થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

4-લેન અયોધ્યા રિંગ રોડ

4-લેન પથલગાંવ અને ગુમલા રાયપુર-રાંચી નેશનલ હાઇ સ્પીડ કોરિડોર

6-લેન કાનપુર રિંગ રોડ

4-લેન ઉત્તર ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો કરાશે.

8-લેન પુણે નજીક એલિવેટેડ નાશિક ફાટા-ખેડ કોરિડોર

4.42 કરોડનો રોજગાર મળવાની અપેક્ષા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.