મેઘરાજા ની હાથતાળી : બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી વચ્ચે દિવસભર વરસાદનું ટીપું ના પડ્યું
(અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ)
વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાને લઈ આગામી દિવસો માં ભારે વરસાદ થવાની શક્યતાઓ નહીંવત
બનાસકાંઠામાં અનેક સ્થળો ઉપર હજુ સામાન્ય વરસાદને લઈ ને લઇ ચિંતા નો માહોલ: હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પરંતુ બુધવારના દિવસભર બનાસકાંઠા જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદનું ટીપું ન પડતા મેઘરાજા પણ હાથતાળી આપી રહ્યા હોવાનો પ્રજાજનોને અહેસાસ થઈ રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગે બુધવારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ તે મુજબ ન થતા બુધવારનો દિવસ કોરો ધાકોર નીકળ્યો હતો રાજ્ય ઉપર સર્જાયેલી સાયકોનોમિક સિસ્ટમના કારણે મોટાભાગના વિસ્તારોમાં જો વાદળ ચડે ત્યાં પડે એવી સ્થિતિ ને લઇ કેટલાક વિસ્તારોમાં હળવા થી મધ્યમ અને ભારે વરસાદ થવા પામ્યો છે. પરંતુ સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં વાદળો વચ્ચે વરસાદનું ટીપું પડ્યું નથી બનાસકાંઠા જિલ્લાના હજુ અનેક તાલુકાઓમાં માત્ર સામાન્ય વરસાદ થયો છે. ત્યારે ખેડૂત વર્ગ સહિત પ્રજાજનોમાં પણ ચિંતા નો માહોલ સર્જાયો છે આગે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી ત્રણ ચાર દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળી રહી છે જોકે છુટા છવાયા સ્થળો ઉપર હળવા થી મધ્યમ વરસાદનું પ્રમાણ યથાવત જોવા મળી શકે છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ધાનેરા અને ડીસામાં સામાન્ય વરસાદ: અષાઢમાં હજુ અષાઢી માહોલ જામ્યો નથી જેને લઇને બનાસકાંઠા જિલ્લાના ડીસા અમીરગઢ અને ધાનેરા વિસ્તારમાં હજુ માત્ર ૧૦ ટકા જેટલો જ વરસાદ થવા પામ્યો છે જેમાં દર વર્ષે સારો વરસાદ અમીરગઢ વિસ્તારમાં થતો ત્યારે આ વર્ષે માત્ર જ 7.72 ટકા જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં નોંધાયલ વરસાદ ની ટકાવારી
તા 10/7/24 ના સાંજ ના 6 કલાક ની સ્થિતિએ
તાલુકા. વરસાદ ટકાવારી
વાવ. 20.14
થરાદ. 15.24
ધાનેરા. 10.0
દાંતીવાડા. 18.3
અમીરગઢ. 7.72
દાંતા. 40.25
વડગામ. 18.37
પાલનપુર. 16.71
ડીસા. 10.85
દીયોદર. 18.88
ભાભર. 52.16
કાંકરેજ. 18.3