દાંતામાં વધુ એક દારૂડિયા શિક્ષકનો વીડિયો વાઇરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલા દાંતા તાલુકો મોટા ભાગે આદિવાસી વલતિ ધરાવે છે. દાંતા તાલુકાનો શિક્ષણનો સ્તર પણ નિમ્ન છે. દાંતા તાલુકામાં આવેલી અનેકો શાળાઓમાં અગાઉ પણ શિક્ષકોની બેદરકારીના કિસ્સાઓ બન્યા છે. અમુક શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહેતા હોય છે તો અમુક શાળાઓમાં શિક્ષકો સમયસર ન આવવાના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. દાંતા તાલુકામાં અગાઉ પણ ચાલુ શાળાએ શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર અંબાજી નજીક આવેલી ચિખલા પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં શિક્ષકે દારૂના નશામાં શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ચાલુ શાળામાં શિક્ષક દારૂ પીને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એને લઇને વાલીઓએ શાળામાંથી શિક્ષકને બહાર કાઢીમૂક્યો હતો. અજય મહેન્દ્રભાઈ પટેલ નામનો શિક્ષક અવાર-નવાર દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ ઊઠતી રહી છે. ત્યારે આજે ફરી એકવાર ચાલુ શાળામાં શિક્ષક દારૂના નશામાં આવી જતાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. નશામાં ધૂત શિક્ષકનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. નશો કરી આવેલા શિક્ષકને વાલીઓએ શાળામાંથી હાથ પકડી તગડી મૂક્યો હતો.શાળામાંથી ગ્રામજનોએ નશામાં ધૂત શિક્ષકને તગડી મૂક્યા બાદ તે લથડિયાં ખાતો ખતો ગામના બસ સ્ટેન્ડ પર પહોંચે છે. દારૂના નશામાં એટલો મસ્ત હતો કે તેને ઊભું રહેવાનું કે ચાલવાનું પણ ભાન રહ્યું નહોતું. શિક્ષકને લથડિયાં ખાતો જોઈ બસ પણ તેને લીધા વિના જ નીકળી ગઈ હતી.અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં નશામાં ધૂત શિક્ષક બાળકોને ભણાવી રહ્યાનો બનાવ સામે આવ્યો છે. નશો કરી આવેલો શિક્ષક શું બાળકોનું ભવિષ્ય સુધારશે એ એક વિચારવાની બાબત છે. નશો કરી આવેલો શિક્ષક અવારનવાર અન્ય શિક્ષકો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હોવાની પણ ફરિયાદ ઊઠી છે. તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારી આવા નશેડી શિક્ષક સામે કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. આ શિક્ષક નશામાં એટલો ધૂત હતો કે તેને ચાલવાનું પણ નહોતું ભાન, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.