દાંતીવાડા મામલતદારની કામગીરી બાબતે વધુ એક સવાલ ઉઠયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળના અહેવાલ બાદ વધુ એક ગામના લોકોએ જણાવ્યું કે મામલતદાર આગળ રજૂઆતતો કરીએ છીએ પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું.

રાણોલ ગામના લોકોએ કરેલી લેખિત રજૂઆત અદ્ધરતાલ: આજે પણ અનેક લોકો અને વિધાર્થીઓ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર: દાંતીવાડા તાલુકામાં લોકો પોતાની સમસ્યાઓ માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત તો કરી રહ્યાં છે પોતાને પડતી મુશ્કેલીઓના નિરાકાર માટે અપેક્ષા લઈને અધિકારીઓ પાસે પણ પહોંચી રહ્યા છે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી રહ્યા છે પરંતુ લોકોની માંગણીઓ નથી સંતોષાયી રહી.. એટલે સ્પષ્ટ ભાષામાં વાત કરીએ તો અધિકારીઓને લોકોની સમસ્યાઓથી કોઈ સમસ્યા નથી એટલે તેના નિરાકરણ પણ નથી આવી રહ્યા.

જિલ્લામાં પહેલાં શંકાસ્પદ ચાંદીપૂરા વાયરસના લક્ષણો એ દાંતીવાડાનો એક વિધાર્થી બિમાર થતાં જણાયા હતા અને તેના પિતાએ પોતાના ઘર આગળ વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામ સભા દરમિયાન મામલતદાર આગળ રજૂઆત કરી હતી છતાં પાણીનો નિકાલ ન થયો એટલે ક્યાંક ને ક્યાંક બીમારી નું કારણ તેના ઘર આગળ એકઠું થયેલું પાણી પણ હોઈ શકે જે બાબતે ગત રોજ રખેવાળ દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જે બાદ હવે તાલુકાના વધુ એક ગામના લોકો પણ મામલતદાર આગળ રજૂઆત કરી હોવા છતા કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું જણાવી રહ્યા છે.

રણોલ ગામના લોકો જણાવે છે કે તેમના ખેતરો તરફ જતા રસ્તામાં ખૂબ મોટી માત્રામાં વરસાદી પાણી એકઠું થાય છે જેથી લોકોને અસહ્ય મુશ્કેલી પડી રહી છે માટે તેમણે દાંતીવાડા મામલતદારને તારીખ 17-7-2024 એ લેખિત રજૂઆત રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અહીં ચાલતા અનેક લોકો અને શાળાએ જતા વિધાર્થીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે.

પશુ પશુપાલકો ના પશુ બિમાર થાય તો પાણીના ડરથી કોઇ ડૉક્ટર નથી આવતા પશુ સારવાર માટે: લોકો જણાવે છે આ પાણીની સમસ્યા એ તેમને અનેક બાબતે નડતર રૂપ છે મોટા ભાગના અહીંના લોકો પશુપાલન સાથે જોડાયેલા હોવાથી સવાર સાંજ દૂધ આપવા જવામાં તકલીફ પડે છે બાળકોને શાળામાં મૂકવામાં તકલીફ પડે છે સાથે સાથે પોતાના બિમાર પશુઓ માટે દવા કરાવવી પણ અઘરી બની છે કારણકે પાણીના લીધે ડોક્ટરો નથી આવી રહ્યા.

અમે લેખિત સાથે મૌખિક રજૂઆત પણ કરી હતી: ગામના ચેહરા ભાઈ પાત્રોડ જણાવે છે કે અમે પહેલા તાલુકા પંચાયતમાં આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ રેવન્યુ વિભાગ લાગતો હોવાથી આ બાબતે અમે દાંતીવાડા મામલતદાર આગળ પણ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી અમારી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું હાલમાં પણ આ રસ્તો લોકોને ચાલવા લાયક નથી પરંતુ લોકો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી લોકો આ બાબતે પીડાઈ રહ્યા છે.

રખેવાળ ના વાંચકો જોગ અપીલ: આવી કોઈ સમસ્યાઓ તમારા વિસ્તારમાં પણ હોય તો તમારા વિસ્તારના રખેવાળ પ્રતિનિધિ ને જણાવો તમારી સમસ્યાઓનો આવાજ બનવા રખેવાળ હમેશા તત્પર હતું, છે અને રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.