પાલનપુરના આકેસણ ગામ નજીક STPપ્લાન્ટ બનાવવાની તજવીજ હાથ ધરતા ગામલોકોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની પાલનપુર નગર પાલિકાએ પાલિકાનો એસટીપી પ્લાન્ટ પાલનપુરથી નજીક આકેસણ ગામે બનાવવાનો તખતો ઘડતાં આકેસણના ગ્રામજનોમાં ભારે રોષ ભભુક્યો છે. આકેસણ ગામેં આવેલા 2 હજાર જેટલાં વૃક્ષોનું નીકદન કરી પાલિકા તે જગ્યા પર સુએજ પ્લાન્ટ તૈયાર કરનાર છે.જેને લઇ રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં પાલનપુર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે જીવ આપી દઈશું પણ જમીન નહિ આપીએ અને પાલિકાએ એસટીપી પ્લાન્ટ નહિ બનાવવા દઈએ.

 


બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાના ભૂગર્ભ ગટરનું પાણી છેલ્લા કેટલાય સમયથી પાલનપુર નજીક આવેલા સદરપુર ગામે પહોંચતું હતું જો કે હવે પાલિકાએ પાલિકાનો એસટીપી પ્લાન્ટ નવો બનવવા સરકાર પાસે જગ્યાની માંગણી કરી હતી. સરકાર દ્વારા પાલનપુરના આકેસણગામે થોડા સમય અગાઉ અરડૂસા સહીત 2 હજારથી વધુ વૃક્ષોનું જ્યાં પ્લાન્ટેશન કરાયું તે જગ્યા હવે શ્રી સરકાર કરી પાલિકાને એસટીપી પ્લાન્ટ માટે ફાળવી છે. રોષે ભરાયેલા સ્થાનિકો ધરણા ઉપર બેઠા બાદ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચીને સુત્રોચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ જમીન જાય નહીં અને વૃક્ષો કપાય નહિ તે માટે રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે ગમે તે થાય અમે જીવ આપી દઈશું પરંતુ જમીન નહિ આપીએ અને વૃક્ષો પણ નહીં કાપવા દઈએ.. આકેશણ ગામે સર્વે નંબર જૂનો છે એમાં માત્ર એકજ ગૌચર અને અમારા ગામના ત્રણસોં થી સાડા ત્રણ સોં કુટુંબો એના પર પોતાની રોજી રોટી ચલાવી રહ્યા છે, એ સવાલ ને લઇ ખુબ લાંબી લડાઈ લડી રહ્યા છીએ આજે અમે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવનારા સમયમાં અમે હાઇકોર્ટ, સુપ્રીમ માં જવાના છીએ અલગ અલગ રજુઆત કરવાનાં છીએ આખા ગામે નક્કી કર્યું છે આ જંગલ કોઈ પણ સંજોગોમાં ભલે એક બે નો જીવ જાય પણ જંગલ અમે આપવાના નથી ખોટી રીતે જે ખોટા નિર્ણય લીધા છે જેના વિરુદ્ધ માં ગામ આક્રોશ માં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.