ભુતેડીમાં ૯૦ વર્ષ પહેલાં જેસલમેર ના ભાટી રિયાસત અને પાલનપુર નવાબ વચ્ચે બહારવટુ ખેલાયું હતું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મલાણા નજીક રજવાડાના સમયમાં રાજસ્થાનના જેસલમેર રિયાસતના નાથુસિહ ભાટીએ ૧૯૩૧માં બહારવટુ ખેલી પાલનપુરના નવાબીની સેના સાથે યુદ્ધ ખેલ્યુ હતું. જેમાં બન્ને વચ્ચે સામ સામે ગોળીબારમાં ભૂતેડી ગામની સીમમાં નાથુસિંહ ભાટી વીરગતિ પામ્યા હતા. જાેકે ૯૦ વર્ષ અગાઉ યુદ્ધમાં વીરગતિ પામેલ નાથુસિંહ ભાટીની યાદમાં તેમના પરીવારે ભુતેડી સમાધિ બનાવી હતી. જ્યાં તેમની મૂર્તિ સ્થાપીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. નવાબી સૈનિકોના ગોળીબારમાં નાથુસિંહ અને તેમનો ઊંટ ઘાયલ થતાં બંનેનું ભૂતેડી ગામની સીમમા સરદાર ભાઈ રાતડાના ખેતરમા મોત નિપજ્યા હતા. જાેકે, ૧૯૮૮ મા નાથુસિહ ભાટીના પરિવાર જેસલમેરથી ભૂતેડી આવી પોતાના દાદા જે જગ્યાએ વીરગતિ પામ્યા હતા. તે જગ્યા શોધી ત્યાં પાળિયા બાંધી પૂજા કરતા હતા. જેને લઈ ખેતર માલિક સરદારભાઈ રાતડાના પરિવારે આ જગ્યા મંદિર બાંધવા દાનમાં આપતા નેવુંવર્ષ બાદ જેસલમેરના ભાટી પરિવાર દ્વારા સમાધિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં જેસલમેરના તેજમાલતાના ભાટી પરિવાર પાલનપુર પંથકના રાજપૂત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

બહારવટુ ખેલવા નીકળ્યા ત્યારે અપશુકન થયા હતા
સ્વ.નાથુસિહભાટીના પરિવારે જણાવ્યું હતું કે, ૯૦ વર્ષ અગાઉ તેમના દાદા જેસલમેર થી પોતાના સાથીઓ સાથે પાલનપુર નવાબ સામે બારવટિયું ખેલવા નીકળ્યા હતા. ત્યારે પક્ષીઓનો અવાજ અપશુકન જણાવતો હોવા છતાં બહારવટાના ઝનુન થી પાછા ન વળી નવાબી સેના સામે લડત આપી અને સેનાના ગોળી બારમા વીરગતિ પામ્યા હતા.

મૃતકનો ૧૨૫ સભ્યોનો પરીવાર હાલ વેપાર ધંધો કરે છે
ભુતેડી ગામે સ્વ.નાથુસિહ ભાટી ની પ્રતિષ્ઠા કરવા આવેલ પરિવારજનો એ જણાવ્યું હતું કે, તેમના પરિવારમા બે પુત્રો અજીતસિંહ ભાટી અને નગસિંહ ભાટીને તેમના ભાઈ પન્ને સિંહ ભાટીના પરિવાર ૧૨૫ જેટલા સભ્યો છે. અને હાલ નોકરી અને વેપાર ધંધા કરે છે સૌ સાથે મળી ભુતેડી ગામે નાથુસિહ દાદાની મૂર્તિ સ્થાપી મંદિરની પ્રતિષ્ઠા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.