TRP ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ : પાલનપુરમાં ચાલતા ગેમઝોનમાં ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટમાં TRP ગેમઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યભરમાં ચાલતા ગેમઝોનમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ચાલતા ગેમઝોનમાં ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલ સાંજના સમયે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગના બનાવને લઈ બનાસકાંઠાનું વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. પાલનપુરની અંદર પશ્ચિમ પોલીસે ફાયર અધિકારીઓની સાથે રહી તપાસ આદરી છે. પાલનપુર વિસ્તારમાં ગેમ ઝોનમાં એનઓસી કે ફાયર સાધનો છે કે નહીં તેની તપાસ પોલીસ તેમજ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. પાલનપુર શહેર તેમજ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ નાના-મોટા ગેમ ઝોનમાં પોલીસ અને ફાયર વિભાગને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ઘટના બની છે તે પ્રકારની ઘટના ન બને તેને લઈ સાવચેતીના ભાગરૂપે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ટીમ અને ફાયર વિભાગ ની ટિમ પાલનપુર વિસ્તારમાં જેટલા ગેમ ઝોન છે. ફાયર સેફ્ટીના શું પગલાં લીધેલ છે તેનું ચેકિંગ ચાલુ છે. પાલનપુર ન્યુ બસપોર્ટમાં ગઠામણ ગેટ સહિતના વિસ્તારોમાં તપાસ ચાલુ છે.