![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ડીસા-ઓવરબ્રિજ-પર-અકસ્માતમાં-વડ-hed.jpg)
ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં વડાવલ ગામ ની ઇજાગ્રસ્ત મહિલાનું મોત
બાઈક સવાર દંપતિને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો,સારવાર દરમિયાન મહિલા નું મોત થતા પરિવારજનોમાં આઘાત ની લાગણી: ડીસા ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલા દંપતિને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું.
ડીસા તાલુકાના વડાવલ ગામે રહેતા અને વડાવલ મોમાઈ નગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુર થી કોઈ સંબંધીની દવાખાને ખબર કાઢી વડાવલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી.
જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું મોત નિભ્યું હતું. ભાવનાબેનના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.
હાઈવે ઉપર બેફામ દોડતા વાહનો સામે રોક લગાવી જરૂરી: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાઇવે ઉપર બેફામ વાહનો દોડી રહ્યા છે જેમાં અનેકવાર અકસ્માતો થતા અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે ત્યારે પણ ડીસાના ઓવરબ્રિજ પર જીપ ડાલા ચાલાકે ગફલત રીતે હંકારી આગળ જઈ રહેલા બાઇક સવાર દંપતિને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો જેમાં મહિલાનું મોત નિપજ્યું છે.