ડીસામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અગત્યની બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આજે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રભારીએ ડીસા શહેરમાં કોંગ્રેસનું સંગઠનનુ માળખુ મજબૂત કરવાની સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને લડત આપવા કોંગ્રેસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર હોવાનું પૂર્વ સાંસદ અને જિલ્લા પ્રભારીએ નિવેદન આપ્યું હતું.ડીસામાં જિલ્લા પંચાયત વિશ્રામ ગૃહ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા પ્રભારી અલકાબેન ક્ષત્રિયની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આગામી લોકસભા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને લઈને યોજાયેલી આ બેઠકમાં હાલ ડીસા શહેર અને તાલુકામાં સંગઠનની સ્થિતિ અને સમસ્યાઓ અંગે સમીક્ષા કરી હતી. તેમજ વહેલી તકે શહેર અને તાલુકામાં મજબૂત સંગઠન તૈયાર કરવા અંગે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચર્ચા કરી હતી.આ બેઠક અંગે જિલ્લા પ્રભારી અલકાબેન ક્ષત્રિય જણાવ્યું હતું કે, સંગઠન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સંગઠનમાં જે લોકો કામ કરે છે એ લોકોને મળીએ અને સ્થાનિક પ્રશ્નો જાણીએ, જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહિત કરવા તેમને કોઈ મદદની જરૂર હોય અથવા એમના તરફથી કોઈ નવી વાત અમને જાણવા મળે કે અમારે અમલ કરવો જોઈએ તે માટે બેઠક યોજાઈ હતી. તમને લગભગ 15 દિવસમાં ડીસા શહેર કોંગ્રેસનું માળખું અને દરેક વોર્ડનું માળખું બનાવવા માટે ચર્ચા થઈ છે અને તે બની જશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશની લોકશાહીને બચાવવા માટે ભેગા થઈ ઇન્ડિયા નામનો મોરચો બનાવ્યો છે. એકલા ભાજપના મત કેટલા ટકા, પણ બધા વીપક્ષો ભેગા થઈ લડત આપશે તો ભાજપ કરતા મત વધી જશે. આવનારી ચૂંટણીમાં વિપક્ષો એકઠા થશે અને ચુંટણી જીતી બતાવીશું. શરૂઆત હોય એટલે પોતાના એરિયામાં બીજા કોઈને ટિકિટ આપવી પડે તો ન ફાવે પણ ધીમે ધીમે સહમતિ બનતી જાય છે. એક સાથે લડવા માટે જે કોઈ બાંધછોડ કરવી પડે તે કરવા તૈયાર છીએ જેમાં સૌથી મોટા કોંગ્રેસ પક્ષે મોટું મન રાખી સહમતિ આપી છે એટલે થઈ જશે.આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, સહ પ્રભારી મુકેશ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલ ઘાડિયા, ધાનેરાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતસિંહ રાવ, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.પી ભરતીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા, નગરસેવક જગદીશ મોદી, દીપક રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.