જૂનાડીસાની ડી.જે.એન.મહેતા હાઈસ્કુલમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના જૂનાડીસા ગામની ડી.જે.એન. મહેતા હાઈસ્કુલમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નવા કાયદાનો અમલ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

દેશભરમાં એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાઓ અને પ્રસ્થાપિત કાયદાઓમાં સુધારા અંગે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત જુનાડીસાની ડી.જે. એન.મહેતા હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો હતું. જેમાં ડીસા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નવા કાયદા વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા.જેની અંદર આઈપીસી અને સીઆરપીસીમાં થયેલા અનેક બદલાવો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ પરેશભાઈ ચૌધરી,રોહિતભાઈ, જુનાડીસા બીટ જમાદાર ભરતભાઈ પુનડીયા હાજર રહ્યા હતા. શાળા આચાર્ય દ્વારા તાલુકા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.