ડીસામાં બનાસપુલ પાસે કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં બનાસપુલ પાસે ગત રોજ અકસ્માતની ઘટના સામે આવી હતી. અચાનક રોડ વચ્ચે પથ્થર આવી જતા કાર ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ થતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.ડીસામાં બનાસપૂલ પાસે કાર ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર આખોલ ચાર રસ્તા બાજુથી ડીસા તરફ આવી રહી હતી અને બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી.

તે સમયે અચાનક રસ્તા વચ્ચે પથ્થર આવી જતા કાર પથ્થરને ટકરાઈને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જેમાં કારચાલકને ગંભીર ઈજા પહોંચે હતી ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતોજ્યારે અકસ્માતના કારણે બનાસપુલ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જે બનાવની જાણ થતા જ ડીસા શહેર ટ્રાફિક પોલીસનો સ્ટાફ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ખુલ્લો કરાવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.