ડીસામાં એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાલનપુર હાઇવે પર એલિવેટેડ બ્રિજની પ્રોટેક્શન દીવાલને આજે વહેલી સવારે ટ્રક ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી એક ટ્રક માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે સમયે એલિવેટેડ બ્રિજ પાસે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પ્રોટેક્શન દીવાલ સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં કેબિનના ફુરચા ઉડી ગયા હતા. જ્યારે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી પોલીસને જાણ કરી હતી. ડીસા શહેર ઉત્તર પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.