પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો
પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર પુલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન થી પાલનપુર આવી રહેલ કાર ને ટ્રકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં કાર માં સવાર બે લોકો આબાદ બચાવ થયો હતો.
ટ્રક ચાલકે 100 મીટર કાર ને ઘસેડી હતી. જોકે, અકસ્માત ના પગલે ઘટના સ્થળે લોકો ના ટેાળેટોળા એકત્ર થયા હતા. દરમિયાન, ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.