ત્રિશુલિયા ઘાટીમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. યાત્રાધામ અંબાજી આવવા માટેના તમામ માર્ગો મોટાભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગ વાળા છે. પહાડી વિસ્તાર અને ઢળાંગ વાળા હોવાના કારણે અંબાજી અને આજુબાજુ પર અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે મોડી સાંજે અંબાજી નજીક આવેલા ત્રિસુલિયા ઘાટી પર એક ટ્રકને અકસ્માત નડ્યો હતો.

અંબાજી નજીક ટ્રકનો અક્સ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે. અંબાજીથી માર્બલ પાવડર ભરીને જતાં વખતે અંબાજી-દાંતા હાઇવે માર્ગ પર આ અક્સ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રકનું ટાયર એક સાઈડથી બીજી સાઇડ આવી ગયું હતું. અકસ્માતના પગલે ત્રિશુલીયા ઘાટી પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. અવાર નવાર ત્રિશુલિયા ઘાટી પર અકસ્માતો ના બનાવો બનતા હોય છે. આજે મારબલનો પાવડર ભરીને રાજકોટ જતી વખતે રસ્તામાં ટ્રકને અકસ્માત નડ્યો હતો જેમાં મોટી જાનહાનિ ટળી હતી. આ અક્સ્માત એટલો જોરદાર હતો કે ટ્રકના ટાયરમાં આગ લાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.