ડીસા-પાટણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાટણ હાઇવે પર જુનાડીસા નજીક શનિવારે રાતે બલેનો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ડીસા સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માણેકપુરા ગામના અભુજી પુનાજી ઠાકોર અને હિતેશભાઈ ઠાકોર બાઈક લઈને જુનાડીસા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે અત્રેથી પસાર થતી બલેનો કારે તેઓના બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક સવાર બન્ને યુવકો નીચે ભટકાતા ગંભીર ઇજા થઈ હતી.

અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થતા 108 ઈમરજન્સી વાન બોલાવતા બંનેને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિતેશભાઈ ઠાકોર અને આ પુનાજી ઠાકોર વધુ ગંભીર ઇજા હોવાથી તેઓને પાલનપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમાં હિતેશભાઈ ઠાકોર વધારે ઇજા પામતા પાલનપુર થી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાઆ અંગે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.