ડીસામાં બનાસકુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત
ડીસાના બનાસ પુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ટેમ્પો-રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી ગયા હતા. બસના કંડકટર સહિત આઠથી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ડીસા અને ગઢ સહિતની ત્રણ 108 એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.આ અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. લોકો રાહત કામગીરીમાં જોડાયા છે. અકસ્માતને પગલે રોડ પર બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો છે.
આ અકસ્માતની ઘટનામાં પ્રાથમિક અહેવાલ અનુસાર, છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા બસ સાથે અથડાઈ હતી. આ છકડો રિક્ષામાં રહેલા લાંબા સળીયા બસની અંદર ઘૂસી ગયા હતા. જેના પગલે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતા.આ અકસ્માતમાં 7 લોકોને ઇજાઓ પહોંચી છે.જેમાં બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.