અમીરગઢની વિરમપુર ધનપુરા પ્રા. શાળાના વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વાલીઓમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના વિરમપુર ધનપુરામાં આવેલ પ્રાથમિક શાળામાં કેટલીક સમસ્યાઓને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ પ્રાથમિક શાળાના ગેટ આગળ આવીને બેસી ગયા હતા. બનાવની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કર્મચારીઓ તાત્કાલિક વિરમપુર ધનપુરા ગામે દોડી પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તે પહેલા સમજાવી અને મામલો થાળે પાડ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત શાળાનો વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ ગ્રામજનોએ શાળા આગળ પહોંચી હોબાળો મચાવ્યો હતો. જેમાં અમીરગઢ તાલુકાના વિરમપુર ધનપુરા ખાતે છેલ્લા કેટલાય સમયથી શાળા ભણતા વિદ્યાર્થીઓને તકલીફો વેઠી રહ્યા છે. જેવીકે ટ્રાન્સપોર્ટેશન, મધ્યાન ભોજન, અને શિષ્યવૃતિ જેવી સમસ્યાઓના આક્ષેપો સાથે વિરમપુર ધનપુરા ગામના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ધનપુરા વી પ્રાથમિક શાળા આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. સમગ્ર બનાવવાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા જિલ્લા શિક્ષણ કચેરીમાંથી બે કર્મચારીઓને તત્કાલિક વિરમપુર ધનપુરા ખાતે દોડી પહોંચ્યા હતા.


તે સમયે ગ્રામજનો અને વાલીઓ દ્વારા ગેટની બહાર શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીને પડતી અગડતાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. રોષે ભરાયેલા ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તે પહેલા જિલ્લા શિક્ષણ કચેરીએથી આવેલ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બાહેધરી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડી રહી હતી. તેમજ મધ્યાન ભોજનમાં તેમજ શિષ્યવૃતિ જેવી સમસ્યાઓને લઈ ગ્રામજનોએ જણાવ્યું હતું. કર્મચારીઓ તત્કાલિક તેમની માંગણીઓને નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો. જો આગામી સમયમાં આવી સમસ્યા ફરી જોવા મળે તો શાળાને તાળાબંધી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.