અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂની હેરાફેરી ઝડપી, કુલ 44.53 લાખનો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં કન્ટેનર ચાલક રાજસ્થાનમાંથી દારૂ ભરી ખાતરના કટ્ટાની આડમાં દારૂ સંતાડી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો હતો પરંતુ અમરગઢ પોલીસે બાતમી હકીકતના આધારે ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર કન્ટેનરને સાઈડમાં કરાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલકને અટકાયત કરી કુલ મુદ્દા માલ કબજેલી આગળની તપાસ હાથ ધરી છે.

અમીરગઢ પોલીસે ગુજરાત રાજેસ્થાન બોડર પરથી વાહન ચેકીંગ દરમિયાન એક દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલું કન્ટેનર ગુજરાતમાં પ્રવેશવાનું છે જે આધારે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર રૂટિંગ ચેકિંગ પોલીસ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટેલરને રોકાવી તેને તપાસ કરવામાં આવ્યું હતું. કન્ટેનર માંથી ખાતરના કટ્ટાની યાડમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને કન્ટેનર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 6960 જેટલી દારૂની બોટલો કબજે લઈ કુલ 44 લાખ 53 હજારનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક ઝુજારામ શંભુરામ જાટ રહે, બામરલા સેડવા બાડમેર રાજેસ્થાન વાળાની અટકાયત કરી કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.