અમીરગઢ પોલીસે માસ્ક વગરના દુકાનદારો અને શેરીમાં ફરતા લોકોને દંડ કર્યો
રખેવાળ ન્યુઝ અમીરગઢ : અત્યારે ચાલતી કોરોનાની મહામારીમાં દરરોજ નવા કેસોની સખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને દરરોજ તેનો મૃત્યુ દરમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આવી ભયાનક મહામારીને રોકવાના અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને પ્રશાસન દ્વારા પણ અવનવા રસ્તાઓ કાઢીને આ બીમારીથી બચવાના પ્રયાસો જારી છે. ત્યારે કેટલાક લોકોને માસ્ક પહેરવામાં શરમ અનુભવાતી હોય છે. તો કેટલાક લોકો માસ્કના પહેરી પોતાને સ્ટાર માનતા હોય છે. ત્યારે કેટલાક માસ્ક વગર પોતાના રોજિંદા કામ ધંધા અને કાર્ય સ્થળ પર કાર્ય કરતા જોવા મળે છે. તેવા લોકોને સબક શીખવાડવા આજે અમીરગઢ પોલિસે અમીરગઢ સહિત કેટલાક આજુ બાજુના વિસ્તારોમાં માસ્ક વગરના દુકાનદારો અને શેરીમાં તથા સોસાયટી માસ્ક વગર ફરતા અને બેસતા લોકોને દંડયા છે. ત્યારે હવે જો માસ્ક વગર ફરતા જોયા તો ખેર નહીં. આમ તો લોકો માસ્ક પહેરવાનું ટાળવા માટે હજાર બહાના બનાવતા હોય છે.
પરંતુ હવે માસ્ક વગર પકડાશે તો દંડ થવાના ડરથી પણ માસ્ક પહેરશે. આ મહામારીથી અત્યારે બચવા માટેનો એક માત્ર ઉપાય આ જ છે. જોકે અમીરગઢ પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે હજુ કેટલાક વિસ્તારમાં ચેકીંગ ચાલુ હોવાથી ક્યાં વિસ્તારમાં અને કેટલા લોકોને દંડયા તે માહિતીમાં વાર લાગી શકે તેમ છે.