અસામાજિક તત્ત્વોના ત્રાસ વચ્ચે : પાલનપુર ન્યુ બસપોર્ટ પર પોલીસ ચોકીનું લોકાર્પણ
જિલ્લા મથક પાલનપુર શહેરમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થયેલ ન્યુ બસ પોર્ટ છેલ્લા કેટલાય સમય અસામાજિક તત્વો નો અડ્ડો બન્યો હોવાની રાવ ઉઠી છે. વારંવાર તોડફોડ અને મારામારી જેવી ઘટના બનતા થોડાક દિવસ અગાઉ ન્યુ બસ પોર્ટ ની અંદર સાઈડ પોલીસ ચોકી બનાવમાં આવી હતી. છતાં પણ અસામાજિક બેફામ બનતા તેઓની દાદાગરી વધી ગઈ હતી. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ડર નો માહોલ છવાઈ ગયો હતો.
આ બાબતે વેપારીઓએ જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરી પોલીસ ચોકી ન્યુ બસપોર્ટ ના મુખ્ય ગેટ પર ખસેડવાની માંગ કરી હતી. વેપારીઓની રજુઆતને ધ્યાનમાં લઈને ન્યુ બસ પોર્ટ પર વારંવાર સામાન્ય બાબતમાં મારામારી કરતા અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા ફરીવાર બસ પોર્ટના મુખ્યગેટ પર નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર બી ગોહિલ હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યુ બસ પોર્ટના મુખ્ય ગેટ પર ફરીવાર નવીન પોલીસ ચોકીનું સ્ટેન્ડ આપવાથી અસામાજિક તત્વો પર પોલીસનો ખોફ કેવો રહે છે તે હવે જૉવું રહ્યું..!