પાલનપુરના હાઇવે વિસ્તારમાં મેઘરાજાના અમી છાંટણા : કેટલાય ભાગ કોરોધાકોર

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા બે દિવસથી ગરમી ની સાથે બફારાનો પ્રકોપ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં આજે હાઇવે વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે શહેરના કેટલાય ભાગ કોરોધાકોર જોવા મળતા લોકો અચરજમાં પડ્યા હતા.

આજે પાલનપુરના આબુ હાઇવે પર આવેલ એગોલા રોડના રહેણાંક વિસ્તારોમાં પર સવારના સમય ઝરમર વરસાદ ની શરૂઆત થતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. તેમજ વરસાદી માહોલના દ્રશ્યો  જોવા મળ્યા હતા. ત્યારે એજ સમયે પાલનપુર ના શહેરી વિસ્તાર કોરો ધાકોર અને ગરમીના બફારાથી લોકો સેકાઈ રહ્યા હતા.

પાલનપુર શહેરમાં માત્ર બે કિલોમીટરના અંતર માં એક ભાગમાં ઝરમર વરસાદ તેમજ એક ભાગ માં કોરોધાકોર જોવા મળતા લોકો પણ મેઘરાજા ની આવી લીલા જોઈને અચરજમાં પડયા હતા. જોકે, મેઘરાજા હવે મન મુકીને ભેદભાવ ની નીતિ વગર સાર્વત્રિક ભાવ સાથે વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.