અંબાજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા પણ આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો

બનાસકાંઠા
ambaji
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં જગત જનની મા અંબા બિરાજમાન છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ને મા અંબા ના જયઘોષથી મંદિર પરિષર ગુંજી ઉઠતું હોય છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિના જેટલું અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે સતત ત્રણ માસના લોકડાઉન બાદ ગત ૧૨ જૂનથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે સરકારના ધારા ધોરણ મુજબ ખોલવામાં આવ્યા પણ અગાઉની જેમ દર્શનાર્થીઓની ભીડ ન જોવા મળતા મંદિરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સરકારની ગાઈડ લાઇન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યાÂત્રકોને પ્રવેશ અપાઈ રહ્યો છે.બાર જૂનથી મંદિરના દ્વાર ઉઘડતા એક મહિના જેટલા સમયમાં માત્ર ૭૦ હજાર શ્રદ્ધાળુઓએજ માતાજીના દર્શનનો લાભ લીધો છે. જો મંદિરની દાન દક્ષણાની આવકની વાત કરીએ તો ગત વર્ષ ૨૦૧૯ માં એપ્રલ, મેં,જૂન,આ ત્રણ મહિનાની આવક ૫.૬૦ કરોડ જેટલી થઈ હતી ત્યારે ચાલુ વર્ષે આ સમય ગાળા દરમિયાન માત્ર ૬૦ લાખ \પિયાની જ દાન ભેટની આવક થતા ૫ કરોડ જેટલી ઓછી આવક નોંધવા પામી છે. અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિર ને ૧.૮ કરોડના સોનાની આવક નોંધાઇ હતી તેની સામે ચાલુ વર્ષે લોકડાઉનના કારણે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટમાં માત્ર ૧૨ લાખ \પિયા જ આવ્યા છે. લોકડાઉનની પરિÂસ્થતિના કારણે વિદેશી નાણાંની કોઈ જ આવક થવા પામી નથી. આમ ૨૦૨૦માં કોરોના મહામારીની અસર માત્ર લોકોના સ્વાસ્થ ઉપર જ નહીં પણ ધાર્મિક સ્થાનો ઉપર પણ જોવા મળી છે તેમ મંદીર ટ્રસ્ટના હિસાબી અધીકારી સવજીભાઈ પ્રજાપતીએ જણાવ્યુ હતુ. મહત્વની બાબત તો એ રહી છે કે મંદિરની આવકમાં ધરખમ ઘટાડો થવા છતાં કોઈ પણ કર્મચારીના પગાર અટક્યા નથી. જ્યારે આગામી ભાદરવી પૂનમનો મેળો ૨૭ ઓગસ્ટ થી શ\ થનાર છે પણ આ વખતે ભાદરવી મેળા ઉપર પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી પરિÂસ્થતિ જોવા મળી રહી છે છતાં ભાદરવી પૂનમનો મેળો ભરાશે કે કેમ તે બાબતનો નિણર્ય આગામી સમયની પરિÂસ્થતિ જોઈને જ નક્કી કરાશે તેમ મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.