અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓ ને ધજા પુરી પાડશે

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકો ને મંદિર બહાર ધજા ના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓ ને ધજા પુરી પાડશે: શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વર્ષે હજારો ધજાઓ માં અંબે ના મંદિર ના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધા નું પ્રતીક માની ને ચઢાવવામાં આવે છે લોકો ની આ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરે ચઢતી ધજાઓ ને યાત્રિકો ને વિનામૂલ્ય મંદિર ના પ્રસાદ રૂપે આપવાનું નક્કી કર્યું હતું જે ધજાઓ માતાજી ના ચોક માં નિઃશુલ્ક અપાતી હતી પણ ત્યાર બાદ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટ ને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે તો તેને નિઃશુલ્ક ધજા નું પાર્સલ બનાવી કોઈ પણ સ્થળે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસે થી લેવામાં આવતો નથી આ વ્યવસ્થા આગામી ભાદરવી પુનમ મેળા દરમિયાન સ્થગિત કરવામાં આવશે જયારે અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકો ને મંદિર બહાર ધજા ના વધુ પૈસા ચૂકવવાન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓ ને ધજા પુરી પાડશે જે નોમિનલ ચાર્જે ધજા શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા વિધિ કરી યાત્રિકો અંબાજી મંદિરે ચઢાવી સકશે ને આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળ માં કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનો આયોજન હાથ ધરાશે તેમ કૌશિક મોદી (અધિક કલેકટર,મંદિર વહીવટદાર)અંબાજી મંદિર એ જણાવ્યુ હતુ.

જોકે અંબાજીમાં આધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા સખીમંડળના પ્રોજેક્ટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાનું ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે તેમાં 5, 7અને 11 મીટર જેટલી લાંબી ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે ને સાથે સુશિભિત પણ કરે છે ને રોજ ની 20 થી 25 ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે તેમણે હમણાં સુધી 500 જેટલી ધજાઓ બનાવી એકત્રિત કરીછે જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરુ કરનાર છે તેઓ આ ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

હાલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઇન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે માતાજીની ધજાઓ પણ  નિઃશુલ્ક ઘરેબેઠા પહોંચાડી લોકો ની આસ્થા માં વધારો કરવામાં આવી રહ્યો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.