અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ 2.10 લાખ લોકો ઉમટ્યા
અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે 2.10 લાખ જેટલા લોકો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે ચામર યાત્રા અને પાદુકા યાત્રા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રાનો લાભ લેશે. 15/2/2024ના રોજ રાજ્યના તમામ ધારાસભ્યો મા અંબાના દર્શન કરશે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસીય કાર્યકમોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન યોજાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લા સહિત 5 જિલ્લાઓમાંથી 750 બસો જે ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિ:શુલ્ક મુકવામા આવી છે. નિ:શુલ્ક બસો અને નિ:શુલ્ક ભોજન સહિત આરોગ્ય, નાસ્તા પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના લીધે પણ મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં પહોંચી રહ્યા છે. પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંકુલોમાં શક્તિ યાગ પણ રોજેરોજ યોજાઈ રહ્યો છે. ગઈરાત્રે અંબાજીની જૂની કોલેજમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતી સિંગર સાંત્વની ત્રિવેદીએ સુંદર પ્રસ્તુતિ આપી હતી. સાંત્વની ત્રિવેદીના ગીતો અને ગરબાથી સુંદર માહૌલ સર્જાયો હતો. લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ગબ્બર પરિક્રમા પથ ઉપર રંગબિરંગી લાઈટો લગાડવામાં આવી છે.