આજરોજ યાત્રાધામ અંબાજી મંદિર યાત્રીકો માટે ખોલવામાં આવ્યુ.
અંબાજી : હાલમા ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને સાવચેતી ના ભાગરુપે દેશ ના બધા ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને હવે અનલૉક ૧ માં અમુક છૂટછાટો આપવામાં આવી છે ત્યારે આજે ૮૫ દિવશ ના લોકડાઉન બાદ સરકાર શ્રી ના આદેશ અનુસાર ધાર્મિક સ્થળો ખુલી ગયા છે.આજે ગુજરાત નુ સુ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પણ આજ રોજ ખોલી દેવામા આવ્યુ છે અને અંબાજી મંદિર ખુલવાની સાથે જ યાત્રીકો જગત જનની મા અંબા ના દર્શન કરવા આતુર બન્યા છે .પરંતુ દર્શનાર્થીઓ એ પણ માસ્ક પહેરી ને આવવુ ફરજિયાત છે.અને દરેક યાત્રિકોએ દર્શન માટે ટોકન લઈને જ આવવાનું રહેશે.યાત્રિકો માટે સેનેટાઈઝર અને ટેમ્પ્રેચર ચેક ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પૂરતી ભેટ પ્રસાદ અને રાજભોગ ની કામગીરી બંધ રાખવામાં આવી છે તેમજ માતાજીની ગાદી ના દર્શન પણ બંધ રહેશે .
Tags Ambaji Banaskantha