અમદાવાદનો એક કોરોનાનો પોઝેટિવ દર્દી અંબાજી આવી પહોંચતા આરોગ્ય તંત્રમાં દોડધામ
રખેવાળ ન્યુઝ અંબાજી : અંબાજી ખાતે અમદાવાના નવા વાડજનો એક પોઝેટિવ કેસ પ્રકાશ નારાયણભાઈ વાલ્મીકી નામનો દર્દી અંબાજી આવી પહોંચ્યો હતો. જેની જાણ આરોગ્ય વિભાગને થઈ જતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે ને દર્દીની ઓળખ કરી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો છે. તે પોઝેટિવ દર્દી ના સંપર્કમાં આવેલાઅંબાજીના એક પરિવારના ૭ વ્યક્તિઓને હોમ આઇસોલેસન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એટલુંજ નહિ આઇસોલેસન કરાયેલા ૭ વ્યક્તિઓના થર્મલ સ્કેનિંગ કરાયા હતા તેમજ તેઓને ઘરની બહાર ન નીકળવા કડક સુચનાઓ આપવામાં આવી છે. આ રહેણાંક વાળા મકાન આગળ નોટીસ પણ ચોંટાડવમાં આવી હતી જેથી બહારનો વ્યક્તિ આ આઇસોલેસન વોર્ડમાં પ્રવેશે નહિ તેવી સૂચના પણ ચોંટાડવામાં આવી છે. જોકે અંબાજી આવેલો પોઝિટિવ કેસ ના કોઈજ લક્ષણ ન હોવા છતાં તેને પોઝિટિવ કેસ મળતા હાલ તબકકે અંબાજી ખાતે સંપર્કના આવેલા સાતે વ્યક્તિઓના કોરોના ટેસ્ટ હાલ તબક્કે કરાયા નથી પણ ૧૪ દિવસના આઇસોલેસનના પિરીયડમાં કોઈ ચોક્કસ પણે કોરોના ના લક્ષણો દેખાશે તો તેમના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જોકે અંબાજીમાં કોરોનાનો પોઝેટીવ કેસ હોવાની વાતને તાલુકા આરોગ્ય અધિકારી ડો.એન. પી. ચૌહાણએ ખોટી અફવા માં ન આવવા જણાવ્યુ હતુ.