થરાદના મલુપુરના આઘેડનું બદ્રીનાથમાં હદયરોગના હુમલાથી મોત
વિધાનસભા અધ્યક્ષે પરિવારને તમામ વ્યવસ્થા કરી આપી: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયા હતા. જે પૈકી યાત્રાળુ ભુરાભાઈ રાણાભાઈ નાઈની અચાનક તબિયત લથડી હતી અને એમને હાર્ટ એટેક આવતા બદ્રીનાથજી ધામમાં જ એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને થતા એમણે તાબડતોબ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડના સરકારના અધિકારીઓને જાણ કરીને પાર્થિવ દેહને વતનમાં પરત લાવવાની વ્યવસ્થા સુનિશ્વિત કરાવી હતી. તેમજ જરૂરી મરણનું પ્રમાણપત્ર અને બીજા જરૂરી પ્રમાણપત્રો તાત્કાલિક અપાવડાવીને પાર્થિવ દેહને સવારે જ વતનમાં બદ્રીનાથથી દહેરાદૂન એમ્બ્યુલન્સથી અને ત્યાર બાદ દહેરાદૂનથી વિમાન માર્ગે વતનમાં લાવવાની સઘળી વ્યવસ્થા કરાવી હતી. તે દરમિયાન મૃતકના પરિવારજનોએ મૃતકના અગ્નિ સંસ્કાર હરિદ્વાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષે એ માટેની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરાવી હતી.
Tags BADRINATH HEART ATTACK Malupur