ડીસામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતાં ચોમેર પાણી જ પાણી

ગુજરાત
ગુજરાત

ડીસામાં શનિવારે બપોરે અસહ્ય ઉકળાટ બાદ એકા એક વરસાદ પડતાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ હતું વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ડીસામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદની વિદાય બાદ સતત ઉકળાટ થતા ગરમીનો પ્રકોપ વધી જવા પામ્યો હતો ભાદરવો આકરો તપતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા જોકે ત્યારબાદ શનિવારે બપોરથી જ આગાહી વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો અને એકા એક વરસાદ તૂટી પડતા એકાદ ઇંચ પાણી પડતા ચોમેર પાણી જ પાણી થઈ જ્તા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ, ખેતરોમાં ઉભેલા મગફળી અને કઠોળ જેવા પાકોને સમયસર પાણી મળી જતા પાકો ખીલી ઉઠ્યા છે તેથી ખેડૂતોને સિઝન સુધારવાની આશા બંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.