ડીસા શહેરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાનનું હવાઈ પિલ્લર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં જિલ્લાનું ડીસા શહેર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સ્થપાયેલું શહેર છે. આ શહેરની આબો હવા ખુબજ સારી હોવાથી અંગ્રેજો અહીં આવ્યા હતા. અંગ્રેજોએ 1823 માં હવામાન ચેક કરવા તેમજ આસપાસ થતી ગતિવિધિઓ પર નજર રાખવા ડીસામાં સૌથી ઊંચો હવાઈ પિલ્લર બનાવ્યું હતું. પિલ્લર બનાવ્યાના 100 વર્ષ વીતી ગયા હોવા છતા અડીખમ છે.બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર વર્ષો જૂનું અને પ્રાચીન શહેર માનવામાં આવે છે.વર્ષો પહેલા અંગ્રેજ શાસન વખતે ગુજરાતમાં નક્કી કરાયું હતું કે, ક્યાં સ્થળે આબોહવા ખુબજ સુંદર હોય તેમજ તેમના લશ્કરને માફક આવે તેની ચકાસણી કરવામાં આવે. ત્યારે 18મી સદીમાં બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેરની આબો હવા ખુબજ સારી હોવા થી આ શહેરની પસંદગી કરાઈ હતી. જે બાદ અંગ્રેજ સરકારે કોપ નામે શહેર વસાવ્યું હતું.


ડીસા શહેર અરવલ્લી ગિરિમાળાના જંગલ નજીક અને દરિયા કિનારાથી 1600 ફૂટ ઊંચાઈએ આવેલું હોવાથી આ વિસ્તારમાં વાતાવરણ અનુકૂળ રહે છે. આ વિસ્તાર જીઓ ગ્રાફિક્સ તરીકે પણ પ્રખ્યાત હતું.ડીસા શહેર નજીક વર્ષો પહેલા જંગલો નજીક હોવાથી આ શહેરની આબોહવા અંગ્રેજોને ખુબજ પસંદ આવી હતી.આજે પણ ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી માટે સમગ્ર ભારતમાં ડીસા જાણીતું શહેર બન્યું છે. બનાસ નદી કિનારે આવેલા જંગલમાં રીંછ અને દીપડા પણ જોવા મળે છે. વર્ષો પહેલા કચ્છ અને રાજસ્થાનમાં લૂંટારૂ ટોળકીઓ હતી તેને રોકવા અંગ્રેજોએ ડીસામાં કોપની સ્થાપના કરી હતી.સાથે હવામાનની ચકાસણી માટે અંગ્રેજોએ ત્રણ ઋતુઓનું તાપમાન ચેક કરવા 1823 માં હવાઈ પિલ્લરનું પણ નિર્માણ કર્યું હતું.પિલ્લર સાથે એક અનોખી ઘટના સંકળાયેલી છે. અંગ્રેજી સરકારમાં ફરજ બજાવતા મેજરની એક પુત્રી હતી જેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.મેજરને તેના આ સંબંધોને લઈ વાંધો હતો. મેજરે પુત્રી મરીનની વાત ન માનતા તેને પોતાના પ્રિય શ્વાન સાથે આ હવાઈ પિલ્લર પરથી આત્મહત્યા કરી લીધી હતી.આજે પણ આ પિલ્લર નજીક શ્વાનની સમાધી આવેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.