ભીલડી બેંક ઓફ બરોડા શાખામાં વહીવટ કથળ્યો,પચીસ પચીસ દિવસ થી ચેક કલિયર થઈ ને આવતો નથી
પાસબુકમાં એન્ટ્રી પાડવા નું બંધ છે: ભીલડી 35ગામોનું સેન્ટર છે ભીલડી માર્કેટયાર્ડ પણ આવેલ છે. જેથી આજું બાજુના ખેડૂત વર્ગ નો મોટા ભાગના લોકો નો વહેવાર ભીલડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે. ઉપરાંત ભીલડી વિસ્તારના તમામ શિક્ષક ભાઈ બહેનો નો બેન્કિગ વહેવાર ભીલડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે. પરંતુ શાખાના કર્મચારીઓ કામકાજથી આવતા ગરહકો સાથે ઉધતાઈ ભર્યું વર્તન કરે છે. અને સંતોષ કારક જવાબ આપતા નથી.
મળતી માહિતી અનુસાર છત્રાલા પાર્થમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાવળ મુકેશકુમાર ચતુરભાઈ એ પોતાના ખાતામાં ચેક. નંબર .842812.જે તારીખ 15/6/2024ના ભીલડી બેંક ઓફ બરોડા શાખામાં નાખેલ પણ હજુ સુધી સદરહુ ચેક કલીયર થઈ ને આવેલ નથીઆ અંગે બેંક ઓફ બરોડા શાખામાં પૂછવા જતાં કોઈ સંતોષ કારક જવાબ આપતા નથી.
આ બાબતે શિક્ષક મુકેશભાઈ રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે બેંકમાં પાસ બુકમાં એન્ટ્રી કરી આપવા માં આવતી નથી અને સ્ટાફ નથી તેવો ઉડાઉ જવાબ આપવા આવે છે. આમ ભીલડી બેંક ઓફ બરોડા શાખા માં વહીવટ કથળ્યો છે અને બેંકમાં સ્ટાફ ની ઘટ હોવા થી લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.