![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/62716a85-afd4-4197-854a-123677f0f3b1.jpg)
ડીસાની આખોલ ચોકડી નજીક ટ્રેઇલરની અડફેટે બાઇક સવારનું મોત
રખેવાળ, ડીસા
લોકડાઉન વચ્ચે પણ ડીસાની આખોલ ચોકડી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેઇલર હેઠળ બાઇક સવાર આવી જતા તેનું કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દોડી આવેલી તાલુકા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે ડીસાની આખોલ ચોકડી નજીક બાઇક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ વાલેર ગામે રહેતા પરેશભાઈ ગણપતભાઈ નાઈ (ઉંમર વર્ષ ૨૨ ) બુધવારે પોતાનું બાઇક લઈ પરિવાર સાથે બીજ ભરવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા આખોલ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બેફામ ઝડપે દોડતા ટ્રેઇલરે (નં. આર જે ૦૧ જી બી ૨૧૨૨) બાઈક સવાર પરેશભાઈને અડફેટે લેતા તેઓ ધડાકાભેર નીચે પટકાયા હતા જેથી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા
સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી તાલુકા પોલીસની ટીમે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.