છાપી પાસે બેફામ દોડતી કારની ટક્કરથી એક્ટિવા ચાલક ઘાયલ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર મંગળવાર વહેલી સવારે એક અજાણ્યા કાર ચાલકે રોંગસાઇડે આવી એક્ટિવા લઈ રોડ ક્રોસ કરતી મહિલાને જાેરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે મહિલા રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર – મહેસાણા હાઇવે વચ્ચે આવેલ છાપી હાઇવે ઉપર મંગળવાર વહેલી સવારે માહી ગામની વતની અને શિક્ષિકા તરીકે નોકરી કરતી રીટાબેન પરથીભાઈ ચૌધરી વહેલી સવારે એક્ટિવા લઈ શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક રોંગસાઈડેથી આવતી સિલ્વર કલરની કારના ચાલકે એક્ટિવાને જાેરદાર ટક્કર મારી કાર લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે એક્ટિવા ચાલક મહિલા શિક્ષિકા રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા સાથે કાનના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતુ. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને ૧૦૮ દ્રારા પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.