અંબાજીના રોડ રસ્તાઓ પરથી દબાણ દૂર કરવા RNBદ્વારા કાર્યવાહી હાથ ધરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજી ખાતે આવનાર 23 સપ્ટેમ્બર થી લઈને 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યા માઁઇભક્તો માતાજીના દર્શનાર્થે આવશે. અંબાજી ભાદરવી પૂનમનો મહામેળા અગાઉ દર વર્ષે અંબાજીના રોડ રસ્તાઓ અને માર્ગો પર દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવતી હોય છે. જેથી મેળા દરમ્યાન આવતા લાખોની સખ્યામાં યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડતા ન સર્જાય. ત્યારે આજે અંબાજીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.


અંબાજી ગબ્બર સર્કલથી લઈને 51 શક્તિપીઠ સર્કલ અને 51 શક્તિપીઠ સર્કલથી લઈને હડાદ રોડ ઉપર તેમજ દાંતા રોડ ઉપર આવેલા દબાણને દૂર કરવાની કવાયત આજે આર.એન.બી. દ્વારા હાથ ધરાઈ હતી. આર.એન.બી દ્વારા ટ્રેક્ટર JCB સહિતના વાહનો સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે દબાણ દૂર કરવાની આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા.દર વર્ષે ભાદરવી પૂનમને ધ્યાને રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આજે પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગરીબ અને લારી ગલ્લાઓવાળા, નાના દુકાનદારો તેમજ રોજીરોટી ચલાવનાર ગરીબ લોકોને મુશ્કેલી સર્જાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.