કોટડા દી.ની પાંચ લાખની ચોરીનો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
diyodar
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર પંથકમાં પીએસઆઈ રાણાની ડીસા ખાતે બદલી કરી નવીન આવેલ પીએસઆઈ પી.એલ. આહીરને પડકાર ફેંકતા હોય તેમ દીઓદર સમીપ આવેલા કોટડા દી. ગામે ગીરે લીધેલ ખેતર છુટુ કરવાથી આવેલ રકમ ૧પ-ર૦ દિવસથી ઘરમાં રાખનાર વિરભણજી ઠાકોરના ખેતરમાંથી ઘરના નળીયાં ખસેડી રૂા.પાંચ લાખની ઉઠાંતરી થયેલ. બે પુત્રીના વૃધ્ધ માતા-પિતા ની પાંચ લાખ ની માતબર ચોરી થતાં આભ ફાટેલ જેના વ્હારે કોટડા દી.ના રહીશો દોડી આવેલ. ચોરી થયેલ ત્યાં પગેરૂ લીધેલ. પગેરાના આધારે ખેતરમાં રાત્રે સુતેલા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નવ યુવાન જયંતિભાઈ કેશાભાઈ માલાભાઈ પરમારને ઝડપી પાડેલ અને પોલીસને હવાલે કરેલ.  આ યુવાને ચોરી કર્યા બાદ ભીલડી થી નવું બાઈક તેમજ નવો મોબાઈલ પણ ખરીદેલ બાકીની રોકડ રકમ આ ઈસમ પાસેથી મળી આવેલ. આમ ચારીના પૈસે જલસા કરવાની ખેવના રાખતા યુવાન પકડાઈ જતાં ગ્રામજનોએ રાહત અનુભવેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.