અમદાવાદના શીલજ ગામમાં ગેંગ રેપ વિથ લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

અમદાવાદ શહેરના શીલજમાં એક સોસાયટીમાં એકલી રહેતી મહિલાને તેના જ ફ્લેટમાં બંધક બનાવી પાંચ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ગતરાત્રે અમદાવાદમાં ગેંગરેપ અને લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થયેલા પાંચેય નરાધમનો બનાસકાંઠા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ શહેરના બોપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શીલજ ગામમાં આવેલી એક સોસાયટીના ફ્લેટમાં એકલી રહેતી મહિલાને આ નરાધમોએ નિશાન બનાવી હતી. પાંચેય નરાધમોએ ફ્લેટમાં ઘૂસી મહિલાને બંધક બનાવી હતી અને બાદમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાના ફ્લેટમાંથી રોકડ રકમ, લેપટોપ અને ચાવી સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.


અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટની ઘટના બનતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી અને ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપીઓ પાલનપુર તરફ ભાગ્યા હોવાની જાણ થતા બનાસકાંઠા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબી સહિતની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પાંચેય નરાધમનો ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.