દાંતામાં લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો: લૂંટી લેવાયેલ એક્ટિવા, મોબાઈલ સહિત રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા પોલીસ મથક હદમાં એક્ટિવાની લૂંટ અને ચેન સ્નેચિંગ ના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. પોલીસે લૂંટમાં ગયેલા એક્ટિવા અને 2 મોબાઈલ સહિત કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતામાં ગત તા.12 મી જુલાઈના રોજ મોર્નિંગ વોકમાં નીકળેલા એક બહેનના ગળામાં પહેરેલા બે તોલાના સોનાના દોરાની તફડંચી થઈ હતી. જ્યારે 17 જુલાઈના રોજ ત્રિશૂળીયા ઘાટ પર એક એક્ટિવા ચાલકનો પીછો કરી માર મારી એક્ટિવા અને મોબાઈલ લૂંટની ઘટના સામે આવી હતી. જે બંને ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ની બે ટિમો કામે લાગી હતી.

દરમિયાન, દાંતા પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી અંબાજી આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે લીંબાભાઈ કાળાભાઈ અંગારી રહે. નીચલી ક્યારાફળી, મીન તળેટી, જાંબુડી તા.આબુરોડ જી.સિરોહીને ઝડપી લીધો હતો. જેની પાસેથી એક્ટિવા અને મોબાઈલ સહિત રૂ.1.20 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. જ્યારે અન્ય એક આરોપી સાયબભાઈ બાબુભાઇ અંગારીની તપાસ ચાલુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.