થરાદમાં ચોરેલા મોબાઈલ સાથે આરોપીની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા મોબાઈલ ફોન સાથે એક ઇસમને એલસીબી પોલીસે હનુમાનજી ગોળાઈ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફના માણસોને થરાદ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી બાતમી મળી હતી કે,શરીરે કાળા કલરનું ચોકડીભાત ચેક્ષ શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલો ઇસમ થરાદ હનુમાન ગોળાઈ આગળ ચોરી કે છળકપટથી મેળવેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વેચાણ કરવા આવનાર છે. જે બાતમી આધારે પોલીસે ઈસમને પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇસમની પોલીસે પુછપરછ કરતાં તેનું નામ પ્રવિણભાઈ ઉર્ફે અરવિંદભાઈ અણદાજી લુહાર (રહે-રામપુરા તા.થરાદ) હોવાનું જણાવ્યું હતું. જેની પાસેના મોબાઈલ બાબતે બીલ માંગતા પોતે ગલ્લા-તલ્લા કર્યા હતા. પકડાયેલા ઇસમ પાસે પોલીસે વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જે મોબાઈલ તેણે થરાદ શાકમાર્કેટ ખાતેથી ચોરી કરેલું હોવાનું જણાવતો હોવાથી જે મોબાઈલની કિં.રૂ.18,000 નો કબ્જે કરી થરાદ પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.