કાંકરેજ તાલુકાના થરા શિહોરી નેશનલ હાઈવે રોડ ઉપર ગાય આડે આવતા અકસ્માત ચાલક અને ગાય બન્ને ઈજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી થરા નેશનલ હાઈવે રોડ ઉપર અનેક જગ્યાએ રખડતાં ઢોરોના કારણે અવારનવાર નાના મોટા વાહનોને અડફેટે લેતાં ગંભીર રીતે અક્સ્માત સર્જાય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા પાસે એક બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગાય આડે આવતા બાઈક ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક ગાયને અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતાં ધટના સ્થળે પહોંચી ને ઈજાગ્રસ્ત અશ્વિન ઠાકોરના નામના યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં અન્ય કોઈ પણ બે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આવા રખડતાં ઢોરોના કારણે અવારનવાર અક્સ્માત નો ભોગ ન બને તે માટે પ્રયાસો હાથ ધરી ને સઘન પેટ્રોલિંગ કરી રખડતાં ઢોરો પાંજરે પુરવા માં આવે તેવી પશુંપ્રેમીઓ અને ધર્મપ્રેમી સહીત વાહન ચાલકો ની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.