પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે અકસ્માત : ટ્રકની બ્રેક ફેલ થતા 5 ગાડીઓ ને અડફેટે લેતા 5 ને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના જુના આરટીઓ સર્કલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ની બ્રેક ફેલ થઈ જતા ટ્રકે પાંચ ગાડીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં પાંચ લોકોને ઇજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુર આબુ હાઇવે પર દિવસભર ભારે વાહનોની અવર જવર રહે છે. ત્યારે આજે પાલનપુર જુના આરટીઓ સર્કલ નજીક આબુરોડ થી પાલનપુર તરફ આવી રહેલ ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ જતાં અહીંથી પસાર થતી પાંચ ગાડીઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે ચાર જેટલા વાહનોને દૂર સુધી અડફેટમાં લેતા ફિલ્મી ઢબે બ્રેક ફેલ ટ્રક સાથે ઘસેડાઈ હતી.

 

જેમાં વાહનોને મોટું નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે  મોટી જાનહાની ટળી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે આજે રવિવાર નો રજા નો દિવસ હોવાથી આ માર્ગ પર વાહનોની અવરજવર પણ ઓછી હતી. જેના લીધે મોટી હોનારત ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.