જગાણા પાસે ઇ-સેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના બોઇલર ફાટતા 4 શ્રમિકોને ઇજા : કલેકટર-એસ.પી.એ લીધી મુલાકાત
પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા નજીક ઇસેદુ ઓઇલ મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બોઈલર ફાટતા 4 શ્રમિકો દાઝી જતા તેઓને ખાનગી આઈ.સી.યુ.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જેઓની જિલ્લા કલેકટર-એસ.પી.સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા.
પાલનપુરના જગાણા પાસે ઇ-સેદુ ઓઇલ મિલમાં બોઈલર ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. બોઇલર ફાટતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, બોઇલર ફાટતા બોઈલર નજીક કામ કરી રહેલા 4 શ્રમિકો દાઝી જતા ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખાનગી આઈ.સી.યુ.માં ખસેડાયા હતા. જોકે, ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા.
પાલનપુરના જગણા હાઇવે પર એગ્રો ઓઇલ મીલમાં બોઇલર ફાટતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળતા જિલ્લા કલેકટર વરુણ બરનવાલ, એસ.પી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી સહિત મામલતદાર ખાનગી આઈસીયુમાં પહોંચ્યા હતા. જેઓએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી. આ અંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું હતું કે, આઈ સી યુ હોસ્પિટલમાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જોકે, વધુ સારવાર ની જરૂર પડશે તો તંત્ર દ્વારા મદદ કરવામાં આવશે.