વાસડા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત: 1નું મોત,1 ઘાયલ
બાઈક સવારનું અરેરાટીભર્યું મોત:ચાલક ટ્રક મૂકી ફરાર પાલનપુર તાલુકાના વાસડા ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રકની નીચે એક યુવક ચગદાઈ જતા તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયો હતો.
પાલનપુર તાલુકાના વાસડા ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર યુવકને ટ્રકે ટક્કર મારતા યુવક રોડ ફંગોળાઇ નીચે પટકાયો હતો. જે બાદ ટ્રકનું ટાયર યુવક ઉપર ફરી વળતા યુવકનું શરીર રોડ પર છુંદાઈ જતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક ઇસમ ઘાયલ થયો હતો. જોકે, બનાવના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકના મૃતદેહને કબજે લઈ પી.એમ અર્થ ખસેડી ફરાર ટ્રક ચાલકની શોધ હાથ ધરી છે.