![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/79ba81e0-d239-4e1e-9a04-c8332a0cf6a9.jpg)
વાવ રોડ પર ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત
રખેવાળ ન્યુઝ વાવ
ગત તા.રર-૯-ર૦ ને મંગળવારના રોજ વ્હેલી સવારે ૭ઃ૦૦ કલાકે વાવથી માત્ર ૧ કિ.મી. દૂર થરાદ રોડ પર એમ.આર.એફના શો રૂમ નજીક ટ્રેન્કર અને ટ્રેલર સામ-સામા અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જાેકે ટ્રેલરના ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે ટ્રેન્કરના ચાલકના હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે થરાદ ખાતે ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતાં વ્હેલી સવારે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.