ધાનેરા-થરાદ હાઇવે રોડ ઉપર બાઈક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા-થરાદ હાઇવે ઉપર દૂધ ટેન્કર અને બાઇકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાઇક ઉપર આવી રહેલ એક જ પરિવારના ચાર લોકો ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોની મદદ થી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માત માં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે આજે ધાનેરા થરાદ હાઇવે ઉપર સરલા પાટીયા પાસે બ્રિજ પર એક દૂધ ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ધાનેરા રેફરલ ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.