વડગામના પસવાદળ અને નાનોસણા રોડ ઉપર બાવળોનું સામ્રાજ્ય

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના પસવાદળ થી નાનોસણા વચ્ચે ના માર્ગ ઉપર બાવળોનું સામ્રાજ્ય વધતા રોડ સાંકડો બનતા અકસ્માત ની ભીતિ વચ્ચે માર્ગ ઉપર ના બાવળ હટાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.વડગામ તાલુકાના પસવાદળ થી નાનોસણા ગામ ને જોડતો ડામર રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી બાવળોનું સામ્રાજ્ય વધતા રોડની બન્ને સાઈડો સાંકડી બનતા રોડ ઉપર થી પસાર થતા વાહનો ને અવાર-નવાર અકસ્માત નું ભોગ બનવું પડે છે. માર્ગ અને મકાન વિભાગ સત્વરે રોડ આસપાસ ના ઝાડવા હટાવવા વાહનચાલકો માગ કરી રહ્યા છે. આ રોડ પર આસપાસ બાવળો નું સામ્રાજ્ય વધતા અને રોડ સાંકડો બની જતા વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય દ્રારા પણ રજુઆત કરવામાં આવી હોવાનું તેઓ એ જણાવ્યું હતું. જેથી પસવાદળ અને નનોસણા વચ્ચે ના બાવળ સહિતના ઝાડવા સત્વરે હટાવવા સ્થાનિકો સહિત વાહનચાલકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.