વાવના સપ્રેડા ગામેગૌચરની જમીનમાં બાવળની ઝાડી અને ખેડૂતના ખેતર પાસે આવેલી બાવળની ઝાડીમાં આગ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવના સેપ્રેડા ગામે આવેલા સેઠારું તળાવ પાસે ગૌચરની જમીનમાં બાવળની ઝાડી અને ખેડૂતના ખેતર પાસે આવેલી બાવળની ઝાડીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.


બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજરોજ વાવ તાલુકાના સપ્રેડા ગામે ટડાવ રોડ પર આવેલા સેઠારું તળાવ પાસે ગૌચરની જમીનમાં બાવળની ઝાડી અને વર્ધાભાઈ નાગજીભાઈ રાજપૂતના ખેતર પાસે આવેલી બાવળની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ કોઈ અગમ્ય કારણોસર લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આગ લાગતાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે 100 મીટરથી વધારે વિસ્તારમાં આગ ફેલાઈ જતાં નગરપાલિકાના ફાયર વિભાગના લીડિંગ ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ અને ફાયર DCO વિજયભાઈ હડીયલ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ વધુ વિકળાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં આગ પર કાબૂ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.