દિલ્હીમાં ખેડૂત આંદોલનને સમર્થન આપતી આમ આદમી પાર્ટી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપતા પાલનપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા જતાં પોલીસે અટકાયત કરતા વાતાવરણ ઉત્તેજના સભર
બન્યું હતું.

કેન્દ્રની ભાજપ સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદા સામે દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેને ટેકો આપતા બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા પાલનપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા જતા આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

પાલનપુર સ્થિત કલેકટર કચેરી બહાર એકઠા થયેલા આપ કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ઉત્તેજનસભર
બન્યું હતું.

એકઠા થયેલા આપના કાર્યકર્તાઓની અટકાયત કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ખેંચતાણ થતા અફરાતફરી મચી ગઇ હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.