![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/પાતાળેશ્વર-મંદિર-પાસે-યુવકે-ઝેરી-દવા-પીને-આપઘાત.jpg)
પાલનપુરના પાતાળેશ્વર મંદિર પાસે માલગઢના યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો
(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, ડીસામાં હિન્દૂ પરીવારને યેનકેન પ્રકારે વશ કરી તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમા ડીસાનાગવાડી વિસ્તારમાં રહેતા એઝાજ મુસ્તુફા શેખ નામના ઇસમે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી ડીસા તાલુકાના માલગઢ ગામની એક હિન્દૂ યુવતીને લલચાવી પોતાના વશમાં કરી હતી અને યુવતીના વીડિયો અને ફોટા મારી પાસે હોવાનું જણાવી યુવતીની માતા તેમજ તેના ભાઈને વશ કરી લેતા મહિલા અને તેના બે બાળકોએ પોતાના ઘરમાં જ નમાઝ પઢવાનું શરૂ કરી દીધું હતી અને બે માસ પહેલા મહિલાનો પુત્ર પાલનપુર આવ્યો હતો તે સમયે તેની એકલતાનો લાભ ઉઠાવી અંગ્રેજીમાં લખેલા હાઇકોર્ટના કાગળો પર સહી કરાવી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા ગત જૂન માસમાં પોલીસે યુવતીને તેની માતા અને ભાઈ સાથે હાઇકોર્ટમાં રજૂ કરતા આ ત્રણેય જણે પોતાને સ્વતંત્ર રહેવાનું જણાવતા એઝાજ શેખ નામનો ઇસમ આ ત્રણેયને ક્યાંક લઈ ગયો હતો.
જેમનો આજ દિન સુધી કોઈ પત્તો નથી. જાેકે પોતાની પત્ની અને બે બાળકોને પરત મેળવવા ગવાડીના મુસ્લિમ સમાજના લોકોને આજીજી કરતા આ લોકોએ પરીવાર પરત મેળવવા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા નહિતર રૂ. ૨૫ લાખ આપવા દબાણ કરતા સતત માનસિક તણાવમાં રહેતા મહિલા ના પતિએ પાલનપુર માં પાતાળેશ્વર મંદિર આગળ ઝેરી દવા ગતગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાેકે આ મામલે ડીસા ગવાડીના પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની
૫ લોકો સામે ફરિયાદ
- સોહિલ સત્તાર શેખ
- સત્તાર અબ્દુલ હાજી
- આલમ પાપા શેખ
- મુસ્તુફા પાપા શેખ
- એઝાજ મુસ્તુફા શેખ તમામ રહે.
- રાજપુર ગવાડી ડીસા