કાંકરેજ તાલુકાના આકોલી ગામે ડીસાથી આવેલ યુવકે પોતાના સસરાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડિસા ખાતે આવેલ રામજી મંદિર પાછળ લાખુખાડ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા ૩૫ વર્ષિય યુવક ઠાકોર ભરતજી બાબુજી પોતે તારિખ ૧૬-૮-૨૦૨૪ ના રોજ પોતાની સાસરી કાંકરેજ તાલુકાના આકોલી ખાખલેચા વાસ ખાતે ગયો હતો. જેમાં બન્ને પતિ પત્ની વચ્ચે કોઈ વાતમાં બોલાચાલી થઈ હતી અને ભરત ઠાકોર ઘર પાસે આંબાના ઝાડ પરથી ઝેરી દવા લઈને પીજતાં બેભાન હાલતમાં મોઢે ફીણ નીકળવા લાગ્યા હતા. ત્યારે એમની પત્નિ ને ખબર પડી જતાં એની માં નું ધ્યાન દોર્યું હતું. અને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જેમાં હાજર ડૉકટર એ ભરત ઠાકોર ની તપાસ કરતાં શંકાસ્પદ રીતે મોત થયું હોવાનું જણાવ્યું હતું અને મૃતકે દારૂ અને ઝેરી દવા ગટગટાવી હોવાનું જણાવ્યું હતું. અને પીએમ કરી નમૂનાઓ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. અને હવે પોલીસ તપાસ કરી રહી છે જોકે ત્યારબાદ મૃતકના વાલી વારસો ને ડિસા થી બોલાવી શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અને પૉસ્ટમોટમ કરી લાશ ને વાલી વારસો ને સુપ્રત કરી હતી અને ફરીયાદી મૃતક ભરત ઠાકોર ના પત્ની આશાબેન W/O ભરત બાબુજી છગનજી એ શિહોરી પોલીસ સ્ટેશનમાં એ. ડી નંબર ૦૨/૨૦૨૪ BNSHH કલમ ૧૯૪ મુજબ મરણ જનાર ઝેરી દવા પી આપઘાત કરવા બાબતે શિહોરી પો.સ્ટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સમગ્ર ઘટના અંગે રહસ્ય અકબંધ રહ્યું છે અને પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.