બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા ગામ નજીક બનાસ નદીમાં યુવક ડૂબ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં આ વર્ષે પણ પાણી છોડાયું હોઈ નદીનાં પટથી દૂર રહેવા લોકોને તંત્ર દ્વારા તાકીદ કરાઈ હોવા છતાં નદી વિસ્તારના લોકો બેદરકારી દાખવી નદીમાં ન્હાવા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના વાસણા ગામ નજીક બનાસ નદીનાં પાણીમાં એક યુવક ડૂબ્યો હોવાના અહેવાલોના પગલે પોલીસ સહિત અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી આ યુવકની શોધખોળ હાથ ધરી હતી.ડીસાના વાસણા ગામના શૈલેષભાઈ કટારીયા સહિત ત્રણ યુવકો નદીમાં ન્હાવા પડયા હતા જે દરમ્યાન શૈલેષ કટારીયા નામનો યુવક નદીનાં ઊંડા પાણીમાં ડૂબી જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ સ્થાનિક પોલીસ તરવૈયાઓની ટીમ સાથે આ યુવકની શોધખોળ ચલાવી રહી છે. જોકે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી નદીમાં ડૂબેલા આ યુવકની કોઈ ભાળ મળી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.