હિલ સ્ટેશન માઉન્ટઆબુ ના નક્કી લેકમાં એક યુવકનું ડૂબવાથી મોત નિપઝ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલ માઉન્ટ આબુ પર્યટક સ્થળ ગણાય છે. પર્યટકો માઉન્ટ આબુ ફરવા માટે દૂર દૂર થી લ્હાવો લેવા માટે આવે છે. માઉન્ટ આબુ નું સૌથી સુંદર સ્થળ માં નક્કી લેક નું નામ સો પ્રથમ આવે છે. ગઈકાલે નક્કી લેક માં એક દુઃખદ ઘટના સામે આવી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુ માં એક યુવક નું નક્કી લેક માં ડૂબવાથી મોત નિપઝતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 23 વર્ષીય યુવક નું ગઈ કાલે નક્કી લેક માં ડૂબવાથી મોત નિપઝ્યુ હતું.

માઉન્ટ આબુ ના ફિલ્ટર હાઉસ વિસ્તાર માં યુવક રહેતો હોવાનું સામે આવ્યું હતું. તરવૈયા ની મદદ થી યુવક ની લાશ ને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે યુવક નું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટના ની જાણકારી મળતા પોલીસ અને બચાવદલ ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના ની જાણ થતાં લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ ને બહાર કાઢ્યા પછી લાશ ને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.